KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વિસ્તરણના અહેવાલોના પગલે કંપની સિમ્ફનીનો શેર 14 ટકા ઉચકાયો

સિમ્ફની તેનો પોર્ટફોલિયો ત્રણ નવી કેટેગરીમાં વિસ્તારી રહી છે. આ કેટેગરી છે રૂમ એર કંડિશનર અને બ્રશલેસ ડાયરેક્ટ કરંટ (બીએલડીસી) સીલિંગ ફેન્સ અને એર પ્યુરિફાયર્સ.

desk@kuberanowPublished On : 8 Sept 2026
કંપનીનો શેર ગઇકાલના બંધ 574.60 રૂપિયા સામે 585.05 પર ખૂલ્યો હતો, તેણે લગભગ 14 ટકા વધી 652.25ની ટોચ બનાવી હતી
કંપનીનો શેર ગઇકાલના બંધ 574.60 રૂપિયા સામે 585.05 પર ખૂલ્યો હતો, તેણે લગભગ 14 ટકા વધી 652.25ની ટોચ બનાવી હતી AI GENERATED IMAGE

મુંબઈઃ ગુજરાતની કંપની સિમ્ફનીનો શેર મંગળવારે 14 ટકા ઉચકાયો હતો. કંપનીએ જણાવ્યું હતું કે દેશમાં તેનો પોર્ટફોલિયો ત્રણ નવા કેટેગરીમાં વિસ્તારી રહી છે. આ કેટેગરી છે રૂમ એર કંડિશનર અને બ્રશલેસ ડાયરેક્ટ કરંટ (બીએલડીસી) સીલિંગ ફેન્સ અને એર પ્યુરિફાયર્સ. કંપનીએ છ ઓગસ્ટ 2024ના રોજ નોંધાવેલા 18.9 ટકાના ઉછાળા પછી પહેલી વખત તેણે આટલો મોટો ઉછાળો નોંધાવ્યો છે.


ઓપનિંગ જ ઊંચા મથાળે

કંપનીનો શેર ગઇકાલના બંધ 574.60 રૂપિયા સામે 585.05 પર ખૂલ્યો હતો, તેણે લગભગ 14 ટકા વધી 652.25ની ટોચ બનાવી હતી  અને આ લખાયુ ત્યારે તે 612 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. કંપની લાંબા ગાળાની વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને કન્ઝ્યુમર ડ્યુરેબલ કેટેગરી દ્વારા વ્યાપક માર્કેટને એક્સેસ કરવાનું ધ્યેય ધરાવે છે.


આંતરિક સંસાધનોમાંથી ફંડિંગ

સિમ્ફનીના પોર્ટફોલિયો વિસ્તરણનું આંતરિક સંસાધનોમાંથી ફંડિંગ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે એસેટ-લાઇટ મોડેલમાં તે હાલમાં ઇન-હાઉસ ઉત્પાદન ક્ષમતામાં કોઈ નવા રોકાણનું આયોજન ધરાવતી નથી. કંપની સિલેક્ટિવ રેન્જ, માર્કેટ્સ અને ચેનલ્સમાં તેને લાવશે. નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ક્વાર્ટરથી તેનો પ્રારંભ કરવામાં આવશે. તેની ઝડપ અને વ્યાપનો આધાર ગ્રાહક પ્રતિસાદ અને અમલીકરણના આધારે હશે.


ભવિષ્ય પર નજર

વિવિધ બ્રોકરેજીસ ફર્મનું માનવું છે કે સિમ્ફનીનું BLDC ફેન્સમાં વિસ્તરણ બતાવે છે કે કંપની ટાવર અને કિચન રેન્જથી આગળ વધી છે. જ્યારે એર પ્યોરિફાયર ઘણી નાની કેટેગરી છે અને તેમા તે વર્ષો સુધી ખાસ કશું કરી શકે તેવી સંભાવના નથી.

બ્રોકરેજીસે ઉમેર્યુ હતું કે આરઇસી સેગમેન્ટ સાથે કંપની સંકળાયેલી છે અને આ સેગમેન્ટ ટોચની કંપનીઓમાં વિભાજીત છે. આ સેક્ટરમાં કંપની હવે તેનો હિસ્સો કેવી રીતે વધારી શકશે તેના પર નજર ફેલાયેલી છે. કંપનીએ એસેટ-લાઇટ મોડેલ પર ફોકસ કર્યુ હોવાથી તે દેવુ કરે તેવી સંભાવના ઘણી ઓછી છે. જો કે કંપની પાસે પ્રાઇસિંગ પાવર ન હોવાથી તેના માર્જિન પર પોઝિટિવ કે નેગેટિવ અસર અંગે કશું કહી શકાય તેમ નથી.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM