JP Powerના શેરમાં તોફાની તેજી, 13%થી વધુનો ઉછાળો
જયપ્રકાશ પાવર વેન્ચર્સે NARCL સાથે ₹511 કરોડમાં ક્લેમના સંપૂર્ણ અને અંતિમ સેટલમેન્ટ માટે સહમતિની જાણકારી આપી છે. સેટલમેન્ટની શરતો પૂર્ણ થયા બાદ કંપની સામેની IBC કાર્યવાહી પાછી ખેંચાશે.

જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડના શેરમાં સોમવારે બજાર ખુલ્યા બાદ તેજી જોવા મળી હતી. BSE પર કંપનીનો શેર 13%થી વધુ વધીને ₹17.43 સુધી પહોંચ્યો હતો. કંપનીએ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) સાથે ₹511 કરોડમાં એક કેસ/ક્લેમના Full & Final Settlement માટે સહમતિની જાણકારી આપ્યા બાદ શેરમાં ઉછાળો જોવા મળ્યો.
₹511 કરોડના સેટલમેન્ટ પર સહમતિ
કંપનીના જણાવ્યા અનુસાર સેટલમેન્ટમાં ₹511 કરોડની ચુકવણી, કેટલીક અન્ય શરતો પૂર્ણ કરવી અને Definitive Agreement કરવાનો સમાવેશ થાય છે. તમામ શરતો પૂર્ણ થયા બાદ કંપની સામેની Insolvency and Bankruptcy Code (IBC) હેઠળની કાર્યવાહી પાછી ખેંચવામાં આવશે. કંપનીએ અગાઉ 27 ફેબ્રુઆરી 2026ના રોજ IBC કાર્યવાહી શરૂ થયાની જાણકારી આપી હતી.
જૂન ક્વાર્ટરમાં ₹468.84 કરોડનો નફો
જયપ્રકાશ પાવર વેન્ચર્સ જૂન 2026ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ₹468.84 કરોડનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો હતો. માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીને ₹13.37 કરોડની ખોટ થઈ હતી. જૂન ક્વાર્ટરમાં ઓપરેશન્સમાંથી આવક ₹1,806.49 કરોડ રહી હતી, જે માર્ચ 2026 ક્વાર્ટરમાં ₹1,470.79 કરોડ હતી.
અદાણી પાવર સાથે પણ મહત્વની ડીલ
મે 2026માં અદાણી પાવરે જયપ્રકાશ એસોસિએટ્સ સાથે Definitive Agreements કર્યા હતા. આ વ્યવસ્થા હેઠળ અદાણી પાવર, જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં 24% હિસ્સો હસ્તગત કરશે. જયપ્રકાશ પાવર વેન્ચર્સનો મુખ્ય વ્યવસાય થર્મલ અને હાઇડ્રો પાવર જનરેશનનો છે. કંપની કોલ માઇનિંગ, રેતીના ખનન અને સિમેન્ટ ગ્રાઇન્ડિંગના વ્યવસાયમાં પણ છે.
આ પણ વાંચો : Mega Upcoming IPO: NSE સહિત 14 લિસ્ટિંગ, 20 નવા IPOની બજારમાં થશે એન્ટ્રી
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

