KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Mega Upcoming IPO: NSE સહિત 14 લિસ્ટિંગ, 20 નવા IPOની બજારમાં થશે એન્ટ્રી

21 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહમાં 20 IPO બજારમાં આવશે, જેમાં 6 મેઇનબોર્ડ અને 14 SME ઇશ્યૂ સામેલ છે. બીજી તરફ NSE સહિત 14 કંપનીઓના શેરનું લિસ્ટિંગ થવાનું છે.

KuberaNow
desk@kuberanowPublished On : 21 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
ipo
NSE સહિત 14 લિસ્ટિંગ, 20 નવા ઈશ્યૂની એન્ટ્રીAI Generated Image

IPO બજારમાં આગામી સપ્તાહે ફરી ભારે હલચલ જોવા મળશે. 21 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન કુલ 20 કંપનીઓ IPO લઈને બજારમાં આવશે, જ્યારે NSE સહિત 14 કંપનીઓના શેરનું શેરબજારમાં લિસ્ટિંગ થશે. 19 કંપનીઓ દ્વારા IPO મારફતે ₹4,200 કરોડથી વધુ એકત્ર કરવાની યોજના છે, જેમાં મેઇનબોર્ડ કંપનીઓનો હિસ્સો આશરે ₹3,825 કરોડનો છે.


મેઇનબોર્ડમાં 6 IPO

આગામી સપ્તાહે મેઇનબોર્ડ સેગમેન્ટમાં પ્રથમ IPO ગુજરાતની Varmora Granitoનો હશે. કંપનીનો ₹708 કરોડનો IPO 22 સપ્ટેમ્બરે ખુલશે. તેનો ભાવપટ્ટો ₹140થી ₹148 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.


23 સપ્ટેમ્બરે Elevate Campuses, ArMee Infotech, Swastika Infra અને Adroit Industries Indiaના IPO ખુલશે. તેમાં Elevate Campuses સૌથી મોટો છે અને કંપની આશરે ₹2,100 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ArMee Infotech ₹300 કરોડ, Swastika Infra ₹161.37 કરોડ અને Adroit Industries India ₹150.7 કરોડનો IPO લાવશે. 24 સપ્ટેમ્બરે A-One Steels Indiaનો ₹405 કરોડનો IPO ખુલશે. આ રીતે આગામી સપ્તાહે મેઇનબોર્ડના 6 IPO મારફતે આશરે ₹3,825 કરોડ એકત્ર કરવાની યોજના છે.


SME સેગમેન્ટમાં પણ અનેક IPO

SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે 13 કંપનીઓના IPO ખુલવાના છે. 21 સપ્ટેમ્બરે FX Multitech, Vivekanand Cotspin અને Robokidz Eduventuresના ઇશ્યૂ ખુલશે.


22 સપ્ટેમ્બરે Himalaya Nutravedics India અને Anand Seamlessના IPO આવશે. 23 સપ્ટેમ્બર SME સેગમેન્ટ માટે સૌથી વ્યસ્ત દિવસ રહેશે. આ દિવસે Pooja Logistics, Liqvd Digital India, Unitec Fibres, SK Offset, Coreintegra Consulting Services અને Sai Urja Indo Venturesના IPO ખુલશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરે Peshwa Wheat અને 25 સપ્ટેમ્બરે Bench Mark Infotech Servicesનો IPO ખુલશે.


NSE IPO પર બજારની ખાસ નજર

આગામી સપ્તાહે IPO માર્કેટનું મુખ્ય આકર્ષણ NSE રહેશે. National Stock Exchangeનો ₹22,561.57 કરોડનો IPO 21 સપ્ટેમ્બરે બંધ થશે. આ સંપૂર્ણપણે Offer for Sale એટલે કે OFS છે, તેથી NSEને નવા શેર જારી કરીને સીધું ભંડોળ મળશે નહીં. NSE IPOનો ભાવપટ્ટો ₹1,700થી ₹1,785 પ્રતિ શેર છે. 24 સપ્ટેમ્બરે NSEના શેરનું લિસ્ટિંગ થવાનું છે.


14 કંપનીઓના શેરનું લિસ્ટિંગ

આગામી સપ્તાહે કુલ 14 કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થશે. મેઇનબોર્ડમાં Manika Plastechનું 21 સપ્ટેમ્બરે લિસ્ટિંગ થશે. 23 સપ્ટેમ્બરે Hero Motors, SS Retail અને Jindal Supreme Indiaના શેર લિસ્ટ થશે. 24 સપ્ટેમ્બરે Sonaselection India અને NSEનું લિસ્ટિંગ થશે. SME સેગમેન્ટમાં પણ વિવિધ કંપનીઓના શેર BSE SME અને NSE Emerge પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે.


આ પણ વાંચો : NSE IPOનો આજે છેલ્લો દિવસ: GMP ઘટીને ₹48, સબ્સ્ક્રિપ્શન 1.15 ગણું



આ પણ જુઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM