KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પેટ્રોલ પંપ પર UPI બંધ? ‘NO UPI’ના પાટિયાથી ગ્રાહકોમાં મૂંઝવણ

UPI MDR ચાર્જ લાગુ થવાની ચર્ચા વચ્ચે કેટલાક પેટ્રોલ પંપો પર મોટા UPI પેમેન્ટથી બચવા માટે ગ્રાહકોને કેશ પેમેન્ટની અપીલ કરવામાં આવી રહી છે. જોકે નિયમ અંગે હજુ સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
no upi
હવે પેટ્રોલ ભરાવવા કેશ જરૂરી? UPI પેમેન્ટ પર લાગ્યો બ્રેક!AI Generated Image

UPI પેમેન્ટ પર MDR (Merchant Discount Rate) ચાર્જ લાગુ થવાની ચર્ચા વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ મોટા UPI પેમેન્ટને ટાળવા માટે ગ્રાહકોને કેશ પેમેન્ટ કરવા જણાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શનને લઈને વેપારીઓમાં ખર્ચ વધવાની આશંકા છે.


પેટ્રોલ પંપ પર કેશ પેમેન્ટના પોસ્ટર

સૂત્રો મુજબ , રાજસ્થાનના અલવર સહિત મધ્ય પ્રદેશમાં આશરે 4,700 પેટ્રોલ પંપ પર કેશ પેમેન્ટ અંગેના પોસ્ટર જોવા મળ્યા છે. સંચાલકોનું કહેવું છે કે નવા નિયમ અંગે હજુ સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું નથી, જેના કારણે તેઓ સાવચેતી રાખી રહ્યા છે. ગ્રાહકોમાં પણ નવા નિયમને લઈને ગૂંચવણ જોવા મળી રહી છે. કેટલાક ગ્રાહકો ₹2,000થી વધુની ચુકવણી માટે એકથી વધુ નાના UPI ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હોવાનું જણાવાયું છે.


પેટ્રોલ પંપ પર MDR કેવી રીતે લાગશે?

રિપોર્ટ અનુસાર, UPI MDR ચાર્જ તમામ વેપારીઓને અસર કરશે નહીં. પસંદગીના મોટા વેપારીઓ માટે જ ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ થવાની જોગવાઈ છે. પેટ્રોલ પંપ જેવા વ્યવસાય માટે ફ્લેટ-રેટ મોડલ હેઠળ ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ₹5 MDRની જોગવાઈ જણાવવામાં આવી છે.


પેટ્રોલ પંપ ડીલરોની શું માંગ છે?

ડીલરો UPI ટ્રાન્ઝેક્શન પર સંપૂર્ણ MDR મુક્તિની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઓપરેટિંગ ખર્ચમાં વધારો થયો છે અને ઈંધણ વેચાણ પર મળતા કમિશનમાં મોટા ફેરફાર વિના વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ ઉઠાવવો મુશ્કેલ છે. ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ પેટ્રોલ પંપ પર થતા UPI પેમેન્ટને MDRમાંથી મુક્ત રાખવાની માંગ કરી છે.


ગ્રાહકો પર શું અસર પડી શકે?

જો આ નિર્ણય લાગુ થાય તો મોટા ઈંધણ ખરીદી પેમેન્ટ માટે ગ્રાહકોને UPIની જગ્યાએ અન્ય પેમેન્ટ વિકલ્પોનો ઉપયોગ કરવો પડી શકે છે. ખાસ કરીને વધુ રકમના ઈંધણ પેમેન્ટ કરનારા ગ્રાહકોને અસર થઈ શકે છે.


વેપારી સંગઠનો પણ ચિંતિત

પ્રસ્તાવિત UPI MDRને લઈને વેપારી સંગઠનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. CAITએ પેટ્રોલ પંપ ડીલરો દ્વારા મોટા UPI પેમેન્ટ બંધ કરવાની ચેતવણીને ગંભીર મુદ્દો ગણાવ્યો છે.


આ પણ વાંચો : UPI ટ્રાન્ઝેક્શન પર અલગથી GST નહીં લાગે, કેશબેક અને રિવોર્ડ રહેશે ચાલુ: સરકાર


આ પણ જુઓ :-


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM