KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વ્યાજદરમાં વધારા છતાં બુલિયનમાં મજબૂતી, શું સોનું રૂ. 1.65 લાખ તરફ જશે?

સોના અને ચાંદીમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહ ઊંચા સ્તરે બંધ રહ્યું, આ સપ્તાહે મધ્ય-પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ પર નજર રાખવી જોઈએ

KuberaNow
desk@kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
RANISHA DR EXPERT SPEAKS

સોના અને ચાંદીમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહ ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. ફેડરલ રિઝર્વે ફૂગાવા સામે લડવા લાંબા ગાળા માટે ઊંચા વ્યાજદરની રણનીતિ અપનાવતા વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરી 3.75 ટકાથી 4.00 ટકા કર્યા પછી સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. બીજીબાજુ ઈરાન યુદ્ધમાં સાઉદીની પાઈપલાઈન પર હુમલા પછી ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવાતા ઓઈલે મેટલ્સ માટે ટોન સેટ કર્યો હતો. ભારતમાં 95.863ના સ્તરે નબળા રૂપિયાએ સ્થાનિક લાભમાં વધારો કર્યો હતો. તેમ છતાં દશેરા અને દિવાળી પહેલાં ઘરેણાંની માગ નરમ રહી હતી.


ભાવ પરફોર્મન્સ

સોનામાં સપ્તાહની શરૂઆત ખરાબ રહી, પરંતુ અંત સારો રહ્યો. સ્પોટ ગ્લોડ મગળવારે ઘટીને 4,235 ડોલરના સ્તરે પહોંચ્યું હતું. ત્યાર પછી તેમાં 0.67 ટકાની તેજી આવતાં તે 4,378 ડોલરના સ્તરે બંધ આવ્યો હતો. ચાંદીમાં તેજી જળવાઈ રહી હતી. હાજરમાં ચાંદીમાં 2.7 ટકા જ્યારે કોમેક્સ પર 3 ટકાનો ઊછાળો આવ્યો હતો. રૂપિયાની દૃષ્ટિએ MCX ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ 1.54 લાખ નજીક બંધ આવ્યો હતો અને MCX ચાંદી પ્રતિ કિલો રૂ. 2.41 લાખના સ્તરે રહી હતી. ડોલર ઈન્ડેક્સ 1.1 ટકા ઉછળ્યો અને યુએસ 10 વર્ષ યીલ્ડ 5 ટકા વધ્યું હતું તેવા સમયે બંને કિંમતી ધાતુઓમાં પણ તેજી જોવા મળી, જે અસાધારણ બાબત હતી. સોના અને ચાંદીમાં પ્રત્યેક ઘટાડાએ રોકાણકારો આગળ આવ્યા અને બુધવારથી ઓઈલના ભાવમાં આવેલા ઘટાડાએ તેમને સોના-ચાંદીમાં ખરીદી ચાલુ રાખવાનું કારણ પૂરું પાડ્યું હતું.


વ્યાપક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ

ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને વ્યાજદરને 3.75 ટકાથી વધારીને 4 ટકા કર્યા હતા, જે 2023 પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કરાયો હતો. વ્યાજદર વધારવા માટે 12-0 વોટથી મતદાન થવાની અપેક્ષા બજારને પહેલાથી જ હતી તેથી વાસ્તવિક આશ્ચર્ય ફેડની વ્યાજદર વધારાની રણનીતિ હતી. 18માંથી 16 અધિકારીઓને આ વર્ષે વ્યાજદરમાં વધુ એક વધારાની અપેક્ષા છે. વર્ષના અંતે મેડન રેટ 4.1 ટકા થયો છે અને 2027 માટેનો મેડન રેટ 3.6 ટકાથી વધીને 4.1 ટકા પર પહોંચ્યો છે, જેનાથી અગાઉ અંદાજવામાં આવેલા ઘટાડા રદ થઈ ગયા છે. ફેડ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે ‘સમયસર’ 2 ટકાના ફુગાવા પર પાછા ફરવાનું વચન આપ્યું છે અને સીએમઈ ફેડવોચે ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધારાની વધુ એક સંભાવના 49 ટકા હોવાનું દર્શાવ્યું છે.


ભૂ-રાજકીય તણાવ

ઈરાન યુદ્ધ સાતમા મહિનામાં પહોંચી ગયું છે અને આ સપ્તાહે તેની અસર ક્રૂડ મારફત સોના પર પણ જોવા મળી છે. 11 સપ્ટેમ્બરે હુથી બળવાખોરોએ સાઉદી અરબની પૂર્વ-પશઅચિમ પાઈપલાઈન પર ડ્રોન હુમલો કર્યો હતો. હોર્મુઝ સંકટ સમયમાં હોર્મુઝની ખાડીને બાજુ પર રાખીને આ પાઈપલાઈન મારફત સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ કરતું હતું. હુથી બળવાખોરોએ સાઉદીના ઊર્જા સ્થળો પર પણ હુમલા કર્યા હતા અને ઓમાને સોમવારે આયોજિત ઈરાન-ગલ્ફ બેઠક મુલતવી રાખી હતી. ઓઈલમાં ઊછાળો આવ્યો, ફુગાવાની ચિંતા વધી, વ્યાજદરમાં વધારાની અટકળો થઈ અને સોનામાં ઘટાડો થયો, જોકે, ત્યાર પછી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ.


વોશિંગ્ટને કહ્યું કે, સાઉદીની પાઈપલાઈન મારફત કેટલાક દિવસોમાં જ ક્રૂડ ઓઈલનો પૂરવઠો ફરી શરૂ થઈ શકશે. સાઉદી અરબે ઓમાન નજીક શિપ-ટુ-શિપ ટ્રાન્સફર મારફત એશિયન રિફાઈનરીઓમાં વધારાનો કાર્ગો પહોંચાડવાનું શરૂ કર્યું અને ચીન તથા પાકિસ્તાને ઈરાનને હુથીઓને નિયંત્રણમાં રાખવા વિનંતી કરી હોવાના અહેવાલો આવ્યા. આ ઘટનાક્રમ પછી બ્રેન્ટ ક્રૂડ સત ત્રણ સત્રમાં તૂટ્યો, પરંતુ ગુરુવારે તે 105 ડોલરની આજુબાજુ સ્થિર થયો હતો. ડબલ્યુટીઆઈ પણ 102 ડોલરના સ્તરે સ્થિર થયો. ક્રૂડ ઓઈલનો ભાવ નીચે આવતા મેટલના ભાવ વધ્યા હતા. આ સાઈકલથી એ જાણવા મળ્યું કે યુદ્ધના સમાચાર સાથે ઓઈલના ભાવમાં વધારો ના થતો હોય ત્યારે જ સોનાના ભાવમાં ત્યારે જ ઊછાળો આવે છે, કારણ કે હાલના સંજોગોમાં ઓઈલના ઊંચા ભાવનો અર્થ વ્યાજદરમાં વધારો થાય છે.


કરન્સીની હિલચાલ

ડોલર સામે રૂપિયો નરમ થતા 95.54થી ગગડીને 95.863ના સ્તરે ગયો હતો, જે 0.34 ટકાનો ઘટાડો દર્શાવે છે અને ગુરુવારે 96.10ના સ્તરને સ્પર્શ્યો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 100 ડોલરથી ઉપર રહેતા આયાતકારોમાં ડોલરની માગ જળવાઈ રહી છે અને ફેડરલ રિઝર્વના વલણે દબાણ વધાર્યું છે. આરબીઆઈ અને ઈન્ડેક્સ-રિબેલેન્સિંગના કારણે થયેલા મૂડીપ્રવાહે રૂપિયાને તળીયેથી રિકવર થવામાં મદદ કરી, જેથી મે મહિનાનો 96.965ના તળીયાનો રેકોર્ડ જળવાઈ રહ્યો.


રોકાણ અને રીટેલ માગ

સોના-ચાંદીમાં રોકાણની માગ સ્વસ્થ જણાય છે. ભારતીય ગોલ્ડઈટીએફનો પ્રવાસ ઓગસ્ટમાં 67 ટકા વધીને રૂ. 26 અબજ થયો હતો અને ડિજિટલ ગોલ્ડની ખરીદી પણ ઓગસ્ટમાં લગભગ 25 અબજ રૂપિયા જેટલી થઈ. આયાત ડ્યુટી 15 ટકા રહી હતી. ઓક્ટોબરમાં દશેરા અને નવેમ્બરના પ્રારંભમાં દિવાળી હોવાથી રૂ. 1.50 લાખ તરફનો ઘટાડો ખરીદદારોને પાછા લાવી શકે છે.


દરમિયાન ભારતે થોભો અને રાહ જૂઓની નીતિ અપાવી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે નોંધ્યું છે કે તહેવારોમાં ઓગ્સ્ટના અંતમાં શરૂ થતી ઘરેણાંની ખરીદી ઓગસ્ટમાં ઊંચા ભાવના કારણે નરમ રહી છે. જોકે, લગ્નની માગના પગલે ખરીદી સ્થિર રહી છે. 11 સપ્ટેમ્બરે સ્થાનિક સ્તરે સોનાનો વેપાર પ્રતિ ઔંસ લગભગ 78 ડોલરના ડિસ્કાઉન્ટ પર થયો હતો, જે આયાત કિંમત કરતાં લગભગ 2 ટકા ઓછો હતો,કારણ કે જૂના સોનાના એક્સચેન્જો પર પૂરવઠો પર્યાપ્ત જોવા મળ્યો હતો. જથ્થાબંધ વિક્રેતાઓએ જણાવ્યું હતું કે, ઝવેરીઓએ રીસ્ટોકિંગ કર્યું નથી.


ટેકનિકલ આઉટલૂક

સ્પોટ ગોલ્ડ તેજી તરફી વલણ સાથે 4,250-4,450 ડોલર (રૂ. 1,50,000થી રૂ. 1,54,000)ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ટેકારૂપ સ્તર નજીક ખરીદો અને તેજીમાં વેચો. ઉપર તરફનું પ્રતિકારક સ્તર તૂટશે તો સોનું 4,600-4,700 ડોલર (રૂ. 160,00 - રૂ. 1,65,000) તરફ આગળ વધી શકે છે.


સ્પોટ સિલ્વર તેજી તરફી વલણ સાથે 62.5-67.5 ડોલર (રૂ. 2,30,000 - રૂ. 2,42,000)ની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે. ચાંદીમાં પણ સમાન અભિગમ છે. ટેકારૂપ સ્તર નજીક ખરીદો અને તેજીમાં વેચો. પ્રતિકારક સ્તર તૂટે તો ચાંદી 70-71 ડોલર (રૂ. 2,50,000)થી તરફ જઈ શકે છે. આગામી સપ્તાહે કોઈ મોટી મેક્રો-ઈકોનોમિક ઘટના અથવા નિવેદનો નથી, જેના પર નજર રાખવી જોઈએ, પરંતુ મધ્ય-પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ પર નજર રાખવી જોઈએ.


ડો. રેનિશા ચૈનાનિ,

ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ

Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM